Latest News

ગોકુલધામ ઈન્ટરનેશનલ કેમ્પસ નારની વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ પસંદગી પામી

ગોકુલધામ ઈન્ટરનેશનલ  કેમ્પસ નારની શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શ્રુતિ મિશ્રા  ‘ખેલ મહાકુંભ-2019’ માં રાજ્યકક્ષાની રમત માટે પસંદગી પામેલ છે. શાળાના શારીરિક શિક્ષણના અધ્યાપક મનોજભાઈના માર્ગદર્શન હેઠળ થામણા મુકામે યોજાયેલ અંડર-14 શતરંજ (ચેસ) ની રમતમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ ચાવડાએ અને સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને પૂ. હરિકેશવદાસજી સ્વામીએ વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ પણ વિજેતા બને એ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.