Latest News

ગોકુલધામ ઈન્ટરનેશનલ કેમ્પસ નારની શાળામાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી

ગોકુલધામ નારની શાળામાં નવરાત્રિ પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પરંપરાગત વસ્ત્રોમાં આવ્યા હતા અને ગરબા – રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ મન મૂકીને ગરબામાં જોડાયા હતા. શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ ચાવડાએ અને સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને પૂ. હરિકેશવદાસજી સ્વામીએ સર્વને નવરાત્રિ પર્વની શુભકામના પાઠવી હતી.