Latest News

ગોકુલધામ નાર દ્વારા અનાજ કરીયાણાની કીટ વિતરણ

વર્તમાન પરિસ્થિતી કોરોના વાયરસનાં કારણે લોકડાઉન કરવામાં આવેલ છે. ત્યારે રોજ રોજી મેળવતો વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. મજૂર વર્ગને મજુરી મળતી નહીં હોવાથી કેટલાક કુટુંબો ભૂખ્યા રહેવાનો વખત જણાય છે. ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી ગોકુલધામ નાર સંસ્થાએ કરીયાણાની 16 કિલોની કીટ જેમાં ચોખા, ઘઉંનો લોટ, તેલ, મીઠું, હળદર, મરચું તેમજ બાળકો માટે બેકરીનાં રોલ અને ચીકુંનું વિતરણ કર્યુ હતું. જેમાં નાર, પંડોળી, રાજુપુરા ઈન્દરાનગરીઓ, પરપ્રાંતિય લોકોને 400 કીટનું વિતરણ કરવામાં આવેલ છે. જન જાગૃતિ માટે આજુ બાજુના ગ્રામજનોને 25000 માસ્કનું વિકરણ કરવામાં અવેલ છે. ફરજપરનાં કર્મચારીઓ, હોમગાર્ડ, પોલીસ કર્મચારીઓને માટે ફ્રુટ અને નાસ્તાના પેકેટ વહેંચવામાં આવેલ છે. આવા આપત્તિના સમયે ગોકુલધામ નારનાં સંતો શુકદેવસ્વામી અને હરિકેશવસ્વામીએ મુખ્યમંત્રી રાહતફંડમાં 1,11,000 નો ચેક આણંદનાં કલેકટરશ્રી આર. જી. ગોહિલને અર્પણ કરેલ છે. લોકોની સેવા માટે સંતોએ જાતે પોતાની દેખ રેખ હેઠળ કીટ બનાવી વિતરણ કરી માનવ સેવાનું ઉમદા કાર્ય કરી રહેલ છે.